પક્ષીઓ માટે આલીશાન બંગલો, રહેવા-ચણવા માટે બધીજ વ્યવસ્થા, ઉનાળા ની ગરમી માં એસી જેવી ઠંડક અને વરસાદ માં પણ કોઈજ ટેંશન નહિ | चिड़िया घर | bird house

પક્ષીઓ માટે આલીશાન બંગલો, રહેવા-ચણવા માટે બધીજ વ્યવસ્થા, ઉનાળા ની ગરમી માં એસી જેવી ઠંડક અને વરસાદ માં પણ કોઈજ ટેંશન નહિ.



૭૫વર્ષ ના ભગવાનભાઇ એક સામાન્ય ખેડૂત છે જેમને પક્ષીઓ માટે એક આલીશાન બંગલો બનાવ્યો છે. ભગવાનભાઇ જયારે પક્ષીઓ ને ચણ નાખતા અને પક્ષી ચણી ને ઉડી જતા ત્યારે એમને ચિંતા થતી હતી કે એ ઠંડી કે વરસાદ માં ક્યા રહેશે.



તમને ઉપર ની તસવીર માં જોવા મળે છે. એના ઉપર થી અંદાજો લગાડવો મુશ્કિલ છે કે આ શુ છે? તમે દેખશો તો એમાં હજારો માટી ના નાના મોટા માટલા જોવા મળશે,



એમાં શિવલિંગ ના આકાર ની રચના જોવા મળે છે. તો શું આ શિવ મંદિર છે? ના...શિવ મંદિર નથી પણ આ એક પક્ષીઓ માટે આલીશાન બંગલો છે.આમાં પક્ષીઓ ને રહેવા તથા ચણવા ની સુંદર વ્યવસ્થા થી સજ્જ છે.ગરમી હોય કે વરસાદ આમાં પક્ષીઓ ને કોઈજ ટેંશન નહિ. પણ આ આલીશાન બંગલો કઈ જગ્યાએ છે!



આ ગુજરાત માં નાની સાંકળી ગામમાં સ્થિત છે. પક્ષી ઘર હજારો નાના મોટા માટી ના માટલા થી બનેલ છે.આ કોઇ એન્જીનીયર એ બનાવ્યું નથી પણ એક ૪-ધોરણ સુધી ભણેલ ભગવાનભાઇ એ બનાવ્યું છે.



The Better India ના રિપોર્ટ મુજબ ૭૫વર્ષ ના ભગવાનભાઇ પક્ષીઓ ના ખુબજ શોખીન છે.જયારે પક્ષીઓ ને ચણ નાખતા અને પક્ષી ચણી ને ઉડી જતા ત્યારે એમને ચિંતા થતી હતી કે એ ઠંડી કે વરસાદ માં ક્યા રહેશે.એના પછી સખત મહેનત અને ખર્ચ ની પરવા કર્યા વગર એમણે 140 ફૂટ લંબાઈ અને 40 ફૂટ ઊંચો એક પક્ષી ઘર બનાવ્યો. આમાં નાના મોટા માટીના 2500 માટલા નો ઉપયોગ થયો છે. એમના દ્વારા બનાવવા માં આવેલ ખુબજ સુંદર પક્ષી ઘર થકી ગામ! આખા ગુજરાત માંજ નહિ દેશ માં પણ પ્રચલિત થયો છે.ગરમી ની સીઝન માં પક્ષી ઠંડક અનુભવે છે અને વરસાદ માં પલળતા નથી.



પક્ષી ઘર બનાવવા પાછળ એક વર્ષ નો સમય અને ૨૦લાખ નો ખર્ચ થયો છે.એ ભગવાન નો ખુબજ આભાર માને છે કે બધી રીતે સુખી અને સંપન્ન છે. ૭૫વર્ષ ની ઉંમર થઇ છે પણ પોતાના ૧૦૦ એકર જમીન ની દેખભાળ પોતે જ કરે છે.એમને ૨ દીકરા છે. એક દીકરો એગ્રો ની કંપની ચલાવે છે.



પક્ષી ઘરમાં કબૂતર, પોપટ જેવા ઘણા પ્રકાર ના પક્ષીઓ રહે છે. આ પક્ષી ઘર નો આકાર શિવલિંગ જેવો છે. આના પહેલા ગામમાં ભગવાનભાઇ એ એક શિવ મંદિર પણ બનાવ્યું છે.ભગવાનભાઈ દ્વારા બનાવવા માં આવેલ પક્ષી ઘર ની મુલાકાત લેવા અલગ અલગ જગ્યાએ થી લોકો આવે છે 

Disclaimer: guide2agri-horticulture does not endorse it. 

टिप्पणियाँ

एक टिप्पणी भेजें